BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવરાત્રીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ

ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમ્યાન પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ
સંસ્થાના દ્વારને જોડતો મુખ્ય રસ્તો પણ ચાલુ રાખવા માંગ
સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા
ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા ૭ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે. આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મોહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યા એ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા વિનંતી છે. વિશેષમાં સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે ICICI બેંકથી કલામંદિર જવેલર્સનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે સંસ્થામાં આવન જાવન સદંતર બંધ થઈ જાય છે.આથી આ જાહેરનામાને નવરાત્રી પર્વ પૂરતું મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!