ભરૂચ:યુથ કોંગ્રેસ દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં કેન્ડલમાર્ચનું આયોજન..
સમીર પટેલ, ભરૂચ
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં પ્રદર્શન, કેન્ડલ માર્ચનું કરાયુ આયોજન, પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો, પોલીસે આગેવાનોની કરી અટકાયત
રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના વિરોધમાં ભરૂચમાં યુદ્ધ કોંગ્રેસ દ્વારા કેન્ડલમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખાતે પાંચબત્તી વિસ્તારમાં એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી દરમ્યાન પાંચબત્તી સર્કલ નજીક ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ઝડપી કેસ ચલાવી તેઓને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.