BHARUCH

કસભા ચૂંટણી-૨૦૨૪ મતગણતરી અન્વયે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લઇ સમીક્ષા કરી 

કસભા ચૂંટણી-૨૦૨૪ મતગણતરી અન્વયે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લઇ સમીક્ષા કરી

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૬/૨૦૨૪

 

આગામી તા.૪/૦૬/૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી કે.જે. પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનાર હોય, જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ સાહેબ, વડોદરા વિભાગનાઓ દ્વારા ગઇ કાલ તા. ૩૧/૦૫/૨૦૨૪ ના રોજ ભરૂચ વિઝીટ દરમ્યાન મતગણતરી કેન્દ્રની મુલાકાત કરેલ.

 

ઉપરોક્ત મુલાકાત દરમ્યાન જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા તથા તમામ નાયબ પોલીસ અધીક્ષક તથા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી./એસ.ઓ.જી. તથા જિલ્લાના થાણા અધિકારીઓ હાજર રહેલ. પોલીસ મહાનિરીક્ષક દ્વારા મત ગણતરી કેન્દ્રમાં આંતરિક બેઠક વ્યવસ્થા, સ્થળ ઉપર યોગ્ય બંદોબસ્ત જળવાઇ રહે, અંદર જતા આવતા વ્યક્તિઓનું વ્યવસ્થિત ચેકિંગ તથા ફ્રીસ્ટિંગ થાય, આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ, યોગ્ય બેરીકેટીંગ થાય, વિજય સરઘસમાં બંદોબસ્ત યોગ્ય રીતે જળવાઇ અને સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Back to top button
error: Content is protected !!