BHARUCHJHAGADIYA

ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું, 

ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું,

ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ દોહરે દ્વારા કોર્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

 

ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા ઝઘડિયા વાલિયા નેત્રંગ ની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘર બેઠા ન્યાય મળી શકશે.

 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ ૮૦ જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે, જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પણ આજરોજ ઉદ્ઘાટન થયેલ છે, આ ફેમિલી કોર્ટનું ઉદઘાટન ફેમિલી કોર્ટના નવ નિયુક્ત જજ કુમારી કે. એચ. દોહરે ના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું, ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે, આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા ના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે, જેમાંથી ઝઘડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘરબેઠા ન્યાય મળશે, ઝઘડિયા ખાતે આજરોજ થી ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી, ઝઘડિયા ખાતે આજરોજ સવારે ૧૦ કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે. એચ. દોહરે ના વરદ હસ્તે રીબીન કાપી આ કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલ ઝઘડિયાના જયુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે. ટી. પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ રાંદેરિયા ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુમ, એફ.એમ. મન્સૂર, નીતાબેન રાવલ વિગેરે વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

ઈરફાન ખત્રી

રાજપારડી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button