ભરૂચના મારવાડી ટેકરા પરથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 1.82 લાખનો મુદ્દામાલ કબ્જે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઇસમની કરી અટકાયત હતી.પોલીસે સ્થળ પરથી દારૂ અને રીક્ષા મળીને કુલ રૂ.1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે મુખ્ય બૂટલેગર સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બદીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા.જે અનુસંધાને એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગદરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી.જેથી ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે માહિતીના આધારે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રીક્ષા ઝડપી પાડી હતી.
પોલીસે રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 209 બોટલ મળી આવી હતી.પોલીસે 32 હજારનો દારૂ અને ફોન તેમજ રીક્ષા મળી કુલ રૂ.1.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો શની ચંદ્રકાંત પાટીલને ઝડપી પાડ્યો હતો. જયારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દિવાન,જગ્ગુ બાદશાહ અને રાહુલ ભયો નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.