બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૩૧-૦૭-૨૪.
રાજયભરમા છેલ્લા કેટલાક સમયથી જીવલેણ ચાંદીપુરા વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે ચાર વર્ષ નુ બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના રોગની ઝપટમા આવતા તેનુ વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજતા.
ભરૂચ સહિત નેત્રંગ નુ આરોગ્ય વિભાગ હરકતમા આવતા તાલુકાના તમામ ગામોમા સર્વે ની કામગીરીની સાથે સાથે મેથોલેન જંતુનાશક પાવડર નો છંટકાવ તેમજ ડસ્ટીંગ સ્પ્રેંઇન ની કામગીરી નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ એન સીંગની સીધી દેખરેખ હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.જેમા બે દિવસ થી નેત્રંગ નગરમા આવેલ આંગણવાડી કેન્દ્રો.પ્રાથમિક શાળાઓ,ખાનગી શાળાઓ થી લઇ ને નગરના તમામ વિસ્તારોમા આરોગ્ય વિભાગ ની ૧૦ જેટલી ટીમો થકી સર્વે ની કામગીરીની સાથે સાથે મેથોલેન જંતુનાશક પાવડરનો છંટકાવ તેમજ ડસ્ટીંગ સ્પ્રેંઇન ની કામગીરી ચાલી
રહી છે.