ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં એ.એસ.પી અને તેમની ટીમેં નામચીન બુટલેગર મેહુલ જયસ્વાલના ઘરે ત્રાટકી, બુટલેગર રફુચક્કર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં એ.એસ.પી અને તેમની ટીમેં નામચીન બુટલેગર મેહુલ જયસ્વાલના ઘરે ત્રાટકી, બુટલેગર રફુચક્કર

*ASP સંજય કુમાર કેશવાલા અને તેમની ટીમે રહેઠાણ મકાનમાંથી માત્ર રૂ. ૧૦૫૦ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો*

*મોડાસાનો નામચીન બુટલેગર મેહુલ જયસ્વાલ ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે કમાઉ દીકરો હોવાની ચર્ચા*

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહયોગ ચોકડી પાસે એકલીગજી પાર્ક સોસાયટીમાં ખલીકપુરના નામચીન બુટલેગરના ઘરે વિદેશી દારૂ નો વેપાર છેલ્લા કેટલા સમયથી ધમધમી રહ્યો હતો.

અરવલ્લી જિલ્લા એ.એસ.પી સંજય કેશવાલાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન વિસ્તારમાં ખલીકપુર મેહુલ જયસ્વાલ નામના બુટલેગરના રહેઠાણ મકાનમાંથી પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે મકાનના ઘરની દીવાલની બાજુમાં એક મીણીયાની થેલીમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ક્વાર્ટર નંગ-૨ જેની કિંમત રૂ.૭૦૦/-નો મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ .૧૦૫૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી જપ્ત કરી પોલીસે ફરાર બુટલેગર મેહુલકુમાર નરેન્દ્રભાઈ જયસ્વાલ રહે. મોડાસા સહયોગ ચોકડી પાસે એકલીગજી પાર્ક સોસાયટી, ખલીકપુર, તા. મોડાસા, જી. અરવલ્લી સામે ટાઉન પોલીસે પ્રોહીબિશનનો ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!