બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૧૧/૨૦૨૪
નેત્રંગ-રાજપીપલારોડ પર આવેલ કાંટીપાડા ગામે શ્રી સંત પુનિત માનવ કલ્યાણ ટ્રસ્ટ જેસપોર દ્રારા તેમજ સમસ્ત કાંટીપાડા ગામજનો થકી પુનિત રામાયણ કથા છેલ્લા સાત દિવસ થી ચાલી રહી છે. જેમા મોટી સંખ્યામાં ભાવિકભકતજનો લાભ લઈ રહ્યા છે. આજે કારતક સુદ અગિયારશ ને તા.૧૨મીને મંગળવાર ના રોજ કથાના આઠમા દિવસે ભગવાન સત્યનારાયણ ની કથાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, આ કથામા કાંટીપાડા પંથકના ૩૫૧ જોડાઓએ કથાનો લાભ લી
ધો હતો.