BHARUCH

અંકલેશ્વરની ઝાયડ્સ કંપનીમાં મોટી દુર્ઘટના:સી-9 પ્લાન્ટમાં આગ લાગતા 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે, કોઈ જાનહાની નહીં

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના સી-9 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં તાત્કાલિક ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે 6 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાના કારણો અને થયેલા નુકસાનની વિગતો હજુ જાણવાની બાકી છે.

Back to top button
error: Content is protected !!