વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજનું પ્રથમ વર્ષનું ૮૯.૬૫ ટકા પરિણામ…
સમીર પટેલ, ભરૂચ
કરજણ તાલુકાના વલણ સ્થિત વલણ સોશ્યલ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજનું પ્રથમ વર્ષનું બી. એચ. એમ. એસ.નું ૮૯.૬૫ ટકા પરિણામ આવતા હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. પ્રથમ વર્ષે જ વલણ સ્થિત હોમિયોપેથીક મેડિકલ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા સંચાલકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં શિક્ષણ પ્રદાન કરતા શિક્ષકોની અથાગ મહેનત છાત્રોને ઉત્કૃષ્ટ પરિણામ આપવામાં મદદરૂપ બની છે. ઉપરોક્ત પરિણામ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. કોલેજમાં અભ્યાસ કરતા કુલ ૫૮ છાત્રોમાંથી ૫૨ છાત્રો ઉત્તિર્ણ થયા છે. અભ્યાસ કરતા છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી હોમિયોપેથીક મેડિકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. સંચાલકો દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે શુભકામનાઓ પાઠવી હતી…