બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૦/૦૧/૨૦૨૫
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કવચિયા ખાતે નેત્રંગ પશુ દવાખાના દ્વારા જીલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન રાયસિંગ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ નિતેશ પરમાર તાલુકા પંચાયત ના તમામ સભ્યો તથા કવચિયા ગામ ના સરપંચ શંકર વસાવા અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
તેમજ નાયબ પશુપાલન ડો. કુશાલ વસાવા તથા ડો. લક્ષ્મણ નાયકા, મામલતદાર રિતેશ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ અને પશુ ચિકત્સક ડો.પ્રસન્ન વસાવા તથા પશુપાલન તજજ્ઞની ટીમ દ્વારા પશુપાલન ની વિવિધ સહાયકારી યોજનાઓ વિષે માહિતી તથા આધુનિક રીતે પશુપાલન કરવાની અવનવી રીતો અને આદર્શ પશુપાલન, સેક્શ સિમેન તથા પ્રાકૃતિક ખેતી જેવા વિષયો ઉપર શિબિર મા ૨૨ જેટલા ગામોના 574 જેટલા પશુપાલકોં ને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.