બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૪/૧૦/૨૦૨૪
ગતરોજ નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે M SWASTH અને નમ્ર ફાઇનાસ દ્વારા ગ્રાહકો માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડો. ભવદીપ કાતરીયા અને ડો. ઋતિકએ સેવાઓ આપી હતી અને દર્દીઓને તપાસી સારવાર આપી હતી.આ કેમ્પનો ગામ તેમજ અન્ય ગામના લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં નમ્ર ફાઇનાસ અને M SWASTH ના કર્મચારીઓ તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને વિના મુલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.