બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૨/૦૨/૨૦૨૫
નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની વિદ્યાલયમાં કુતુહલમ્ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ થી ૩૫ પ્રકારની વાનગીઓ અને જ્યુસના સ્ટોલ લગાવ્યાં હતા. જે સપૂર્ણ બાળકો દ્વારા સંચાલિત હતો. જેના થકી બાળકોની વેપાર – વિનિમયની સમજન આવે. સાથે સાથે શાળાના બાળકો દ્વારા દશાવતાર ની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. બાળકો દશે દશ અવતારની વેશભૂષામાં સજ્જ થઈ આવનાર મહેમાનોને દસ અવતારની સમજ આપી હતી. આનંદ મેળાની મોજ વચ્ચે બાળકોએ સમાજમાં અવરનેશ આવે તેના માટે કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમન અને સ્વચ્છતા જાગૃતિ અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે લોકોએ નિહાળી હતી. તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સાત જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેમાં દશાઅવતાર ની કૃતિ અને અમદાવાદના માંડવી ગરબા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. આમ ગ્રામજનો તથા વાલી મિત્રોએ આનંદમેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોનો અને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા, સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. તે માટે શાળાનાં સંચાલક ઉપેન્દ્રભાઈ અને શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.