ઝઘડિયાના તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં “જનમંચ” કાર્યક્રમ યોજાયો
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા, અમિત ચાવડા દ્વારા રાજપારડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સ્ટેજ પર આવી અમિત ચાવડાને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી, બધાના પ્રશ્નો સાંભળ્યા બાદ અમિતભાઈ ચાવડા દ્વારા સરકાર પર પ્રહાર કરતા રોડ રસ્તા તેમજ વિવિધ મુદ્દાઓ પર ગુજરાત સરકારનો શાબ્દિક ઘેરાવો કર્યો હતો, અને જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે એ સરકાર સુધી પહોંચાવી તેનો નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે, આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા,પી.ડી. વસાવા,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, યુનુસ અમદાવાદી, કશ્મીરાબેન જેવા વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી