BHARUCH
વાગરા: સાયખા ખાતેથી કપચી ભરેલ હાઈવા ડમ્પર ખાણખનીજે ઝડપી પાડી પોલીસને સોંપ્યું..
સમીર પટેલ, વાગરા
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ ખાણખનીજ વિભાગની ટીમ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાગરા તાલુકાના સાયખા ખાતેથી કપચી ભરેલ હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ.16.AV.3043 જેને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યું હતું. ઝડપાયેલ ડમ્પરને કયા કારણોસર ઝડપી પોલીસને સોંપ્યું છે. તે જાણવા ખાણખનીજના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધતા અધિકારીએ જણાવ્યું હતું, કે આજે રજા હોવાથી માહિતી મળી શકે તેમ નથી. આવતી કાલે કોલ કરજો તેમ જણાવતા ડમ્પર કયા કારણોસર જપ્ત કર્યું છે. તે માહિતી જાણી શકાઇ નથી.