BHARUCHNETRANG

પ્રાથમિક શાળા ભાંગોરીયા(બલ) અને SRF ફાઉન્ડેશનના સહકારથી શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૭/૦૬/૨૦૨૪

 

નેત્રંગ:- બાળકોના શૈક્ષણિક વિકાસ અને શાળાના ભૌતિક વિકાસ તેમજ વાલીઓ શાળામાં લીડરશીપ લઇ શાળાનો વિકાસ સાધે તે હેતુથી પ્રાથમિક શાળા ભાંગોરીયા(બલ)અને SRF ફાઉન્ડેશન દ્વારા વાલી મિટિંગ યોજવામાં આવી જેમાં ગામના સરપંચ જીરુબેન વસાવા, SMC અધ્યક્ષ, SMC સભ્યો, શાળાના પ્રિન્સિપાલ કંચનભાઈ વસાવા,SRF ફાઉન્ડેશન નેત્રંગના પ્રોગ્રામ ઓફિસર સુનિલભાઈ ગામીત,વાલીઓ, ગામના આગેવાનો,શાળાનો સ્ટાફ અને SRF ફાઉન્ડેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

શાળામાં ભણતા બાળકોના વાલીઓ સાથે શાળા પરિવાર તેમજ એસ. એમ. સી. અને ગામના આગેવાનો ધ્વારા સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો. વાલીઓ તેમના સંતાનોના અભ્યાસ માટે સજાગ રહે, અને યોગ્ય ધ્યાન આપી શકે તે માટે, તેમજ વાલીઓની કોઈપણ રજુઆત હોય તો સીધો સંવાદ થઈ શકે, તેમના માટે વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમા ગામના કુલ 85 જેટ્લા વાલીઓએ ભાગ લિધો હ્તો.

 

શાળાના પ્રિન્સિપાલ કંચનભાઈ દ્વારા બાળકોના અભ્યાસિક બાબતો, બાળકોની હાજરી અને નિયમિતતા,શાળાની સિદ્ધિઓ તેમજ નાના મોટા પ્રશ્નો અને SRF ફાઉન્ડેશન દ્વારા શાળામાં આવેલ પરિવર્તન વિશેની ચર્ચા કરી હતી ત્યારબાદ SRF ફાઉન્ડેશન પ્રોગ્રામ ઓફિસર સુનિલભાઈ ગામીત દ્વારા SRF દ્વારા શાળામાં આપેલ સુવિધાઓ અને તેના ઉપયોગ વિશેની વાત કરી જેમ કે સાયન્સ લેબ, સાયન્સ લેબના સાધનો,સાયન્સ નું કેમિકલ લાઈબ્રેરી, ડિજિટલ કલાસ રૂમ, શાળાના રૂમનું કલર કામ, બાલા ચિત્રો, નાનું મોટુ રીનોવેશન, પીવાના પાણીની પરાબની સુવિધા, TLM સ્ટેશનરી, પ્રિન્ટ રિચ રૂમ, રીડિંગ કોર્નર, વર્ક બુક અને બાળકોમાં લીડરશીપ વિક્સવવા માટે સાયન્સ કલબ ટિમ , રીડિંગ કલબ ટિમ, SVC ટિમ વગેરે વિશેની ચર્ચા કરી તેમજ બાળકોને નિયમિત શાળામાં મોકલે અને અવાર-નવાર શાળાની મુલાકાત લઇ બાળકોને તેમજ શાળાને પ્રોત્સાહીત કરી નાના મોટા પ્રશ્નોમાં સહભાગી થાય તેવી અપીલ કરી

 

મિટીગમા Chandipura Virus; વિશે શાળાના શાળાના પ્રિન્સિપાલશ્રી, શાળાના સ્ટાફ અને SRF ફાઉન્ડેશનના સ્ટાફ ના સભ્યોએ ગામના લોકોને ચાંદીપુરા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને . ચાંદીપુરા વાયરસ ઘણો ખતરનાક છે અને આવી સ્થિતિમાં નિષ્ણાતોએ લોકોને પ્રોટેક્શન લેવાની સલાહ આપી હતી અને વિડીઓના માધ્યમ્થી પણ વાલીઓને જાગ્રુત કરવામા

આવ્યુ.

Back to top button
error: Content is protected !!