બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના જ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દિગ્વિજયસિંહ રાણાની નિમણૂક થતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ અને ભરૂચ દ્વારા તાલુકા પંચાયત શિક્ષણશાખા નેત્રંગ ખાતે સન્માન સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને પૂર્વ ટી.પી.ઓ. સુરેશ વસાવાનો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો. જે કાર્યક્રમમાં શૈક્ષિક મહાસંઘ ભરૂચના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ રાજનભાઈ ગાંવિત, સહિત હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.