આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા નાયબ કલેકટરને દીકરીઓ પર થતા શોષણ બાબતે આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની દીકરી પર થયેલ અત્યાચાર બાબતે ફાંસીની સજા આપવાની માંગ કરી હતી
આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટરને પાઠવવામાં આવ્યું છે, તેમાં તેમણે જણાવ્યું છે કે દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીઓનું શારીરિક શોષણ થઇ રહ્યું છે અને ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવી છે, તથા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર વધુ પ્રમાણમાં ઘટનાઓ બની રહી છે, તેમણે એક ઘટનાને તાકતાં જણાવ્યું હતું કે તા.૧૯.૯૨૪ ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ.૧ માં અભ્યાસ કરતી છ વર્ષની દીકરી પર જે ઘટના બની છે, જેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલના આચાર્ય દ્વારા તેની કાર માં નાબાલીક બાળકીને પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી બાળકીને દમ ઘુટી મોત ના ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી છે, દેશ માટે આ ધટના કલંકરૂપ ગણાય માટે આવા નરાધમમ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેમ જ તેમની મિલકતને પણ ટાંચમાં લઈ ન્યાયના દાખલાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેનો દાખલો બેસાડવામાં આવે, તેવી આદિવાસી સમાજ તેમજ ભારત દેશના લોકો વતી તેમણે માંગ કરી છે.