BHARUCH
ભારત-પાક મેચ બાદ ભરૂચમાં દિવાળી જેવો માહોલ:પાંચબત્તી વિસ્તારમાં ઢોલ-નગારા સાથે લોકોએ ભવ્ય ઉજવણી કરી
સમીર પટેલ, ભરૂચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે 242 રનના લક્ષ્યને 42.3 ઓવરમાં 244 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.
ભરૂચ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ આ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તિરંગો લહેરાવતા લોકોએ ઢોલ-નગારાના તાલે નૃત્ય કર્યું હતું. ઉત્સાહિત લોકોએ ફટાકડા ફોડીને પણ ખુશી વ્યક્ત કરી હતી.
આ ઉજવણીને કારણે પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સમગ્ર વાતાવરણમાં જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.