ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના 14 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરાહ કરીને પરત ભરૂચ ખાતે આવી પહોંચતા આ તમામ અંધ વ્યક્તિઓનો સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ
મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરાહ કરવા પર જવું એક ખૂબ જ મોટી વાત કહેવાય છે જોકે આંખોવાળા વ્યક્તિઓતો ત્યાં જઈને મક્કા અને મદીના જોઈને તેના દર્શન કરીને પણ ધન્યતા અનુભતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા બ્લાઇન્ડ સેન્ટરના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની ભરૂચનાજ સાહિદ કુરેશી નામના વ્યક્તિ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા ત્યાં તેમને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ મળતાં તેઓ પ્રજ્ઞાચક્ષુ લિપીથી પઢતા હોય એટલે તેમણે તેઓને મક્કા મદીના ખાતે ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓનું કહેવું હતું કે તેઓ ભલે મક્કા મદીનાને તે લોકો જોઈ નહી શકે પરંતુ તેને અડીને તેને મહેસૂસ તો કરી શકશે.જેથી શાહિદ કુરેશીએ તેમની ઈચ્છા મુજબ 14 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને એક પ્રજ્ઞાચક્ષુ બહેન સાથે તેમની ખીદમદ કરનારા 09 લોકોની મક્કા મદીના જવા અને આવવાની તમામ વ્યવસ્થા કરીને તારીખ 15 મી ફેબ્રુઆરીના રોજ તેમને ઉમરાહ કરવા માટે મોકલ્યા હતા.આ તમામ લોકો આજે 26 મી ફેબ્રુઆરીના રોજ સલામત રીતે ઉમરાહ કરીને પરત આવતા ભરૂચ શહેરના બીલાલપાર્ક સોસાયટીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સમયે ભરૂચના સામજિક કાર્યકર અબ્દુલ કામથી, શાહિદભાઈ કુરેશી, સલીમભાઈ અમદાવાદી, બિલાલ પાર્ક સોસાયટીના પ્રમુખ ફારૂક ચાંચવેલવાળા, લુકમાન મેરીવાલા, આકિબ મુનશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.