ભરૂચ: ડેપો ખાતે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા
સમીર પટેલ, ભરૂચ
દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ઉપસ્થિત થવા ના પામે તેને ધ્યાને લઇ રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કાઢવા માટે એક કાઉન્ટર કાર્યરત હોય છે જ્યારે હાલ પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપી નીકળી રહે અને વિદ્યાર્થીઓને લાંબી કતારો માં ઉભા રેહવું ન પડે તેમજ બસ ડેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરેલ છે તેમજ વિદ્યાર્થીઓને પાસ કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટનુ લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે હાલ ઇ-પાસ સિસ્ટમ કાર્યરત થયેલ હોય તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાનો CTS નંબર ફરજિયાત પણે મેળવી લેવાનો રહેશે જેથી કરી વિદ્યાર્થીના તમામ ડેટા રેકોર્ડ ઈ-પાસ સિસ્ટમમાં CTS નંબર નાખીએ થી મળી રહેવા પામે છે. આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન થાઈ તે મુજબ નું આયોજન ડેપો સંચાલક દ્વારા હાથ ધરવામાં આવેલ છે.