બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૧/૨૦૨૫
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અને GRC-ગાંધીનગરના સેતુ કાર્યક્રમ હેઠળ જાતિય સમાનતા-વિશ્વ કલ્યાણની ચાવી ના ઉદ્દેશ્ય સાથે જાગૃતિ રેલી, નાટક અને પોસ્ટર સ્પર્ધાનું આયોજનઆચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ રેલીને કોલેજ ના આચાર્ય એ કોલેજ ખાતે થી પ્રસ્થાન કરાવી હતી.રેલીમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડ્યા હતા. આ રેલીએ નેત્રંગ કોલેજ થી પ્રસ્થાન કરી નેત્રંગ ચાર રસ્તા, જવાહર બજાર, ગ્રામ પંચાયત થઈ ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે આવી પહોંચ્યા હતાં. આ રેલીએ મુખ્ય સ્થળોને આવરી લીધા હતા. IQAC કોઓર્ડિનેટર ડૉ.એન.એમ રાઠવા અને સમગ્ર કોલેજ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ કર્યો હતો.
પ્રાથિમક કુમાર અને કન્યા શાળા પ્રાંગણમાં કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્રભાવશાળી નાટકો રજૂ કર્યા કરી સમુદાયમાં જાતિય સમાનતા વિશે જાગૃતિ લાવ્યા હતા. તેમજ જાતિય સમાનતા અંગે એક સર્જનાત્મક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ વિજેતાઓને રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. સમાનતાનો સંદેશ ફેલાવવાના ઉદેશ સાથે રેલીમાં ભાગ લેનારા ૧૩૦ વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ દ્વારા, કોલેજે દર્શાવ્યું કે કેવી રીતે શિક્ષણ સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા અને સમાનતા, આદર અને સર્વસમાવેશકતા ધરાવતા સમાજને ઉત્તેજન આપવા માટે એક શક્તિશાળી સાધન બની શકે છે.
આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ SRF ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર સુનિલ ગામીત, પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા, કન્યા શાળા આચાર્ય પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સંકલન ડૉ.મોનિકા શાહ, સેતુ સંયોજક દ્વારા કરવામાં આ
વ્યું હતું.