BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી સામે આવી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ 108 આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ ને સવારના સમયે આશરે નવ 45 ના સુમારે ભરૂચ રેલવે સ્ટેશન નો એક્સિડન્ટ નો કેસ મળ્યો હતો જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હતો આમ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઈન બોર્ડ સિપલન્ટ તથા ડ્રેસિંગ નો સામાન લઈ દર્દી સુધી પહોંચયા હતા. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઈડ પર મૂકવામાં આવ્યો હતો. જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જે માટે અમદાવાદ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયન ના ડોક્ટર ની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઈન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!