BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુર નજીક સર્જાયો ત્રીપલ અકસ્માત, ડ્રાઇવર ફસાતા રેસ્ક્યુ કરાયું…

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઇવે-48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી એક કલ્લાક ની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે હાઇવે ઉપર ઓવર લોર્ડ રેતી ભરી હાઇવા ચાલકો બેફામ રીતે વાહનો હંકારતા હોય છે અને આવા અકસ્માતોને આમંત્રણ આપતા હોય છે આવા બનાવો અટકાવવા પોલીસ અને આર.ટી.ઓ વિભાગ પણ કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.

Back to top button
error: Content is protected !!