બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૪/૦૨/૨૦૨૫
સરદાર પટેલ સેવાદળ(SPG) ભરૂચ જિલ્લા સ્પોર્ટ્સ કમિટી દ્વારા આયોજિત “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના યુવાનોનું સંગઠન મજબૂત થાય કૌશલ્ય વધે અને સમાજના યુવાનોમાં રહેલ વ્યસનની કુટેવ ઓછી થાય તેવો રાખવામાં આવ્યો હતો.
જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મોહન પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મનિષ પટેલ, સંયોજક રાકેશ પટેલની અધ્યક્ષતામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ખાસ મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગ પટેલ, ભરૂચ જિલ્લા પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પાટીદાર આગેવાન નરેશ પટેલ, હસુ પટેલ, મિતેષ પટેલ, કપુર પટેલ અને સમાજના અન્ય પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં વોલીબોલ ટુર્નામેન્ટ ઝાડેશ્વર કે.જી.એમ સ્કૂલના મેદાન ખાતે યોજાય હતી જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વસતા પાટીદાર યુવાનોની કુલ 54 ટીમોએ ભાગ લીધો હતો. હલદરવાની ટીમે ફાઈનલ મેચમાં વિજય મેળવ્યો હતો.તમામ ખેલાડીઓને પ્રસંશા પત્ર આપી સમ્માન કરવામાં આવ્યા હતા.
રસોડા વિભાગમાં કિરીટ, રોહિત, દત્તુ પટેલે ઉત્તમ સેવા આપી સૌને ભોજનની વ્યવસ્થા સુચારુ રીતે કરીહતી. કાર્તિક, ઉદય, પ્રશાંત અને સંયોજક રાકેશ પટેલ અને જિલ્લાની કારોબારી ટીમની મહેનતથી સંપૂર્ણ મિષ્ટી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરી નિર્વિઘ્ને હેમખેમ કાર્યક્રમ પાર પાડ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ દાતાઓનો આ તકે આભાર માનવામાં આવ્યો હતો.