BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ એસ.ઓ.જી.એ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લામાં “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

એસ.ઓ.જી. સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કંથારીયા રોડ ઉપર આવેલા ખુબેબ પાર્ક-૧ મકાન નં. ૩૩/૧ માં રહેતો મોહમદસલીમ અબ્દુલહમીદ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી આરોપીના મકાનમાંથી ૧ કિલો ૯૨૨ ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૯૬,૧૦૦ થાય છે, કબજે કર્યો હતો. પોલીસે આરોપી મોહમદસલીમ અબ્દુલહમીદ શેખને ઝડપી પાડી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(c), ૨૦[b(ii)(B)] અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક ઈસમ વોન્ટેડ હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર કાર્યવાહી PI એ.વી. પાણમીયા, PSI બી.એસ. શેલાણા તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!