પતિ અને પત્ની નોકરીએ અને બાળકો શાળાએ ગયાં ત્યારે બંધ મકાનમાં ચોરી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઉપરાછાપરી ચોરીના બનાવોથી લોકોમાં ભય ફેલાયો છે. રાત્રિ બાદ હવે દિવસે પણ તસ્કરો હાથફેરો કરી રહયાં છે. આવી જ ઘટના અંકલેશ્વરના ગડખોલની વેલકમનગર સોસાયટીમાં બની છે. બંધ મકાનમાંથી 1.50 લાખની મત્તા ઉઠાવી તસ્કરો ફરાર થઇ ગયાં છે. ગડખોલ ગામ ખાતે પરિવાર નોકરી પર અને બાળકો સ્કૂલે જતા બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાળકો સ્કૂલથી પરત આવતા ચોરીનીજાણ થઈ હતી. તસ્કરો ધોળા દિવસે 1.50 લાખ ઉપરાંતના સોના-ચાંદી ના દાગીના અને રોકડ લઇગયા હતા. બી ડિવિઝન પોલીસે સ્થળ તપાસ કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.જીગ્નેશ ચૌહાણ અને તેની પત્ની જાગૃતિબેન સવારે નોકરી પર ગયા હતાં. જયારે તેમના બાળકો પણ સ્કૂલે જતા ઘર બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએબંધ ઘર નિશાન બનાવ્યું હતું. તસ્કરો એ ઘરનાદરવાજાનોલોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા વિવિધ કબાટ તેમજ ખાના રહેલા સોના – ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકોએ તરત જ પિતાને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. બી ડિવિઝન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમની રચના કરી છે. અંકલેશ્વરમાં રોજના ચોરીના સરેરાશ બે બનાવ અંકલેશ્વરમાં તસ્કરો પોલીસને લપડાક મારી રહયાં હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જીઆઇડીસી, શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો બની રહયાં છે. આ ઉપરાંત વિવિધ પ્રોજેકટ ખાતેથી પ્લેટોની ચોરીના બનાવો વધી ગયાં છે. તસ્કરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાની છબી ઉપસી રહી છે. ખાસ કરીને દીવા રોડ પર દરરોજ તસ્કરોના આંટાફેરા જોવા મળી રહયાં છે.