BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:બે દિવસ સુધી 16 ટીમો વચ્ચે જંગ જામશે, 2200 વિદ્યાર્થીઓને યુનિફોર્મ-દફતરનું વિતરણ કરાશે

સમીર પટેલ, ભરૂચ

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 19મી 8-A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થયો છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં દીવ, દમણ, દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી અને ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલ તેમજ પ્રોજેક્ટ ચેરમેન અનીશ પરીખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
18 અને 19 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો ભાગ લઈ રહી છે. રોટરી ક્લબ છેલ્લા 19 વર્ષથી સમાજસેવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. આ વર્ષે ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનારી રકમનો ઉપયોગ ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, દફતર અને બૂટ-મોજાંના વિતરણ માટે કરવામાં આવશે.
ટુર્નામેન્ટના સમાપન સમારોહ 19 જાન્યુઆરીએ યોજાશે, જેમાં વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, ઇવેન્ટ ચેરમેન અનિષ પરીખ, સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી સભ્યો, ઉદ્યોગપતિઓ અને ખેલાડીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

Back to top button
error: Content is protected !!