દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
સમીર પટેલ, ભરૂચ
વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની ઉજવણીના ભાગરૂપે, દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ, કુલ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં 18,000 વૃક્ષો રોપવાની યોજના છે. આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કા તરીકે 3,000 વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
દીપક ગ્રુપ કંપની ના આશરે ૨૦૦૦ કર્મચારી ઓ દ્વારા આ દીપક વન ગ્રીન બેલ્ટ મા પોતાનો શ્રમ આપશે.
આ કાર્યક્રમમાં દિપક ગ્રુપની કંપનીઓ જેવી કે દિપક નાઈટ્રાઈટ લિમિટેડ, દિપક ફીનોલેક્સ લિમિટેડ અને દિપક કેમટેક લિમિટેડના કર્મચારીઓ તેમજ જીઆઇડીસી, જીપીસીબી, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપનીઓ જેવી કે જીએસીએલ, નોસીલ, અને જીએફએલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો…