BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે

ભવ્ય ભરૂચ વોટ કરશેની થીમ″ પર જિલ્લામાં મહત્તમ મતદાન કરે તે માટે દરેક વર્ગના લોકોને સમજૂત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર*

****

ભરૂચ – સોમવાર  –  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો જાગૃત થઈને અચૂક મતદાન કરે તે માટે “સ્વીપ” અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીનાં આ મહાપર્વમાં સમાજનો દરેક વર્ગ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાદીઠ મતવિસ્તારમાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી. ઈ. ઓ. શ્રીમતી સ્વાતીબા રાઓલ અને સ્ટાફ દ્નારા જુદા – જુદા પ્રયાસો થકી વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જે અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોએ “ચુનાવ પાઠશાળા કાર્યક્રમ, મતદાન જાગૃતિ માટે સાયકલ રેલી, પ્રભાત ફેરી, યોગ શિબિર, સામાજિક પ્રસંગો, શૈક્ષણિક કાર્યક્રમો, વગેરે જગ્યાએ મતદાન અંગેની જાણકારી આપી અવશ્ય મતદાન કરવા માટે સંકલ્પ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તદઉપરાંત,  મતદાન કરવાથી એક પણ મતદાર વંચિત ન રહે તે માટે તમામ ગ્રામ્ય શ્રમિક વર્ગ સહિત શાકભાજીનાં ફેરિયાઓ, દુકાનદાર, મંદીરના પુજારીઓ સહિત પણ મતદાનની મહત્તા સમજાવી, મારો મત દેશનું ભવિષ્ય, અમે વોટ કરવા જઈશુ દેશ માટે, હું અવશ્ય મતદાન કરીશ, જેવા મતદાન જાગૃતિના બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનો સુધી આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપી મતદાત કરવા અન્ય લોકોને પ્રેરિત કરી રહ્યા છે. તે સાથે મતદાર સંકલ્પ પત્રિકાઓનું વિતરણ કરી સહપરિવાર અવશ્ય મતદાન કરવા સમજુત કરી અન્યને પણ માહિતગાર કરી મતદાન માટે પ્રેરિત કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!