BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકા પંચાયતના સુકાન પર ભાજપ પ્રમુખ તરીકે સરસ્વતીબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ પટેલની વરણી

ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારોએ જીત મેળવી હતી અને આમ આદમી પાર્ટીના ૩ ઉમેદવારો વિજય બન્યા હતા, જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મેન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આજરોજ ઝઘડિયા મહેસુલ કચેરીના સભા ખંડમાં ભરૂચ નાયબ કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારી નાઓની હાજરી માં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના સારસા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલ મહિલા ઉમેદવાર સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાને 22 માંથી 19 મત મળતા તેઓને ઝઘડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ માટે નિયુક્તિ કરી પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી અને બામલ્લા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલ નરેન્દ્રભાઈ પટેલની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી, અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહેશે.

 

ઈરફાન ખત્રી

: 0;AI_Scene: (0, 0);aec_lux: 297.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;zeissColor: nature;
;temperature: 44;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; : weather?null, icon:null, weatherInfo:100;temperature: 38;zeissColor: bright;

Back to top button
error: Content is protected !!