બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ : વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ નર્મદા, સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ ઍક્સીલેન્સ, શ્રી માધવ વિદ્યાપીઠ કાકડકુઇ નેત્રંગ ખાતે શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ રાણા, ગૌતમભાઈ વસાવા સામજીક આગેવાન, તારાબેન વસાવા, સરપંચ – કાકડકૂઈ), યુરવીબેન તલાટી મંત્રી – કાકડકૂઈ, ધનજીભાઈ ઝડફિયા ટ્રસ્ટી, શ્રી વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, નર્મદા, વિજયસિંહ સુરતિયા – મંત્રી, શ્રી વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, નર્મદા ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત દિપ- પ્રાગટ્ય અને માં સરસ્વતીની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓનું સ્વાગત, નવીન બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ દ્વારા પ્રવેશ, મહેમાનોનું ઉદબોધન, તેજસ્વી તારલાઓનું સન્માન, વિવિધ વિષયો પર બાળકોનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.



