નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂત મિત્રોએ નિહાળ્યું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૨/૨૦૨૫
નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂત મિત્રોએ નિહાળ્યો હતો. માનનીય પ્રધાનમંત્રી દ્વારા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ભાગલપુર બિહાર થી પીએમ કિસાન સન્માન નિધિનો ૧૯મો હપ્તો રીલીઝ થયો જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂત ભાઈ – બહેનોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે નિહાળ્યું તેમજ ભરૂચ જિલ્લામાં વિવિધ કૃષિ અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક અને મિલેટ્સની ખેતી કરતાં પાંચ પ્રગતિશીલ ખેડૂત મિત્રોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા નેત્રંગના તાલુકા વિકાસ અધિકરી સોહેલ પટેલ અને મામલતદાર રીતેષ કોંકણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, વર્મીકમ્પોસ્ટ, નર્સરી અને ખેત ઓજારોના પ્રદર્શનો મૂકવામાં આવ્યા જેનું ઉપસ્થિત ખેડૂતો દ્વારા મુલાકાત કરી વિવિધ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મેહેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને કેવીકેનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.