BHARUCHBHARUCH CITY / TALUKO

લાભ મેળવવા ખેડુતોએ નિયત સમયમર્યાદામાં આઇ ખેડુત પોર્ટલ પરઓનલાઇન અરજી કરવી

બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાય

***

****

જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી બાગાયત કચેરી ખાતે પહોંચાડવી

****

ભરૂચ- શનિવાર – ભરૂચ જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયયોજનાઓ અમલી છે. આ યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ, આઇ-ખેડુત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર વર્ષ ૨૦૨૪-૨૫ માટેઓનલાઇન અરજીઓ કરવી.

        ઓન લાઇન અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચતબેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની સહિતની વિગતો જરુરીસાધનિક પુરાવા સાથે રાખવા જરૂરી છે.

      બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ, અર્ધ પાકા અને કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટિક માલ્ચ લેઈગ મશીન, મેન્યુઅલ સ્પ્રેયર-નેપસેક/ફ્રુટ ઓપરેટરસ્પ્રેયર, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકિંગ એકમ નિર્માણ સહાય, કાપણી,  પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકનાં પ્રોસેસીંગ નવા યુનિટ માટે સહાય, ઔષધિય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, મિશન મધમાખીકાર્યક્રમ, ટ્રેક્ટર(૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૩૫BHP થી વધુ)/ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર, ટ્રેક્ટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦BHP થી ઓછા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાનસ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાનસ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડતાઈવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદફૂલો અને દાંડી ફૂલો માટે તા.૭ ડિસેમ્બર સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પરઓનલાઇન અરજી કરવી.

    આંબા તથા જામફળ – ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમઃ આંબાતથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ(ડ્રેગનફ્રુટ)નાં વાવેતર માટે સહાય કાર્યક્રમ, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતાવધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટિંગમટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ – નળાકાર સ્ટ્રક્ચર માટે, રાઈપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ, ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેક્શન, શોર્ટિંગ/ગ્રેડીંગ, પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ /પૃથ્થયકરણપ્રયોગશાળા), નાની નર્સરી (૧ હે.) માં સહાય મેળવવા માટેડિસેમ્બર-૨૦૨૪ની તા.૧ થી તા.૧૫ સુધીમાં “આઇ-ખેડુત” પોર્ટલ મારફતઅરજી કરવામાં આવી હોય તેનો સ્વીકારવામાં આવશે.

        આ અંગે વધુ વિગતો માટે બાગાયત કચેરી, ભરૂચના ફોન નં. (૦૨૬૪૨) ૨૬૩૮૫૦ પર  સંપર્ક કરવો.  ઓનલાઇન અરજી કરી હોય તેવા ભરૂચજિલ્લાના ખેડુતોએ તેની અરજી દિન-૭માં  સાધનિક પુરાવાઓ સાથે નાયબબાગાયત નિયામકશ્રીની કચેરી ગુજરાત ગેસ કંપનીની સામે,સોનતલાવડી,ભોલાવ,ભરૂચના સરનામે અચૂક જમા કરાવવી, તેમ ભરૂચ જિલ્લાનાયબ બાગાયત નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

*******

Back to top button
error: Content is protected !!