BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાનો મામલો:તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત 4ની ધરપકડ, CCTVમાં કેદ થયેલી ઘટના

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર થયેલી મારામારીના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભરૂચ તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
29મી એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝા પર બેરીકેટ હટાવવાની બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કારમાં આવેલા ચાર લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ઇજાગ્રસ્ત કર્મચારીએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં અભિષેક પટેલ ઉપરાંત ઝાડેશ્વર વિસ્તારના ડોલીન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ઘટનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.

Back to top button
error: Content is protected !!