BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિવસની ઉજવણીનાં ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પનું આયોજન ભરૂચના રુંગટા સ્કૂલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માનવતાના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી અન્યોના જીવન બચાવવા માટે રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં રોટરી પ્રેસિડેન્ટ ઝયનુલ સૈયદ , સેક્રેટરી ઇરફાન હિરા, સભ્યો ડૉ. સુહેલ વાઝા,યાસીન દાદાભાઇ, સમીર પટેલ,સીરાજ સૈયદ તેમજ મેન્ટોર તલકીન ઝમીનદાર અન્ય અગ્રણી સામાજિક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મદદ ટ્રસ્ટના પ્રમુખ સાજીદભાઈ, ઉપપ્રમુખ ઝાકિરભાઈ, અનાસ બાપુ, , જાવેદભાઈ, ઈરફાનભાઈ પટેલ, સાહિલભાઈ, સલીમભાઈ અમદાવાદી અને અબ્દુલભાઈ કામઠી જેવા અગ્રણીઓએ વિશેષ હાજરી આપી કાર્યક્રમની સફળતામાં યોગદાન આપ્યું હતું.
કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત ભરૂચ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને સુપરત કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર મદદ મળી રહે અને રક્તદાન જેવી ઉત્તમ સેવા માટે લોકોને જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારનાં લોકકલ્યાણના કાર્યો ભવિષ્યમાં પણ જાળવી રાખવાની નેમ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!