નબીપુર ગ્રામ પંચાયતના મકાનને આજરોજ નવીનીકરણ બાદ ખુલ્લું મુકાયું, ગામમાં ઘરેલુ ગેસ ચાલુ કરાતા ગુજરાત ગેસના અધિકારીઓનું સન્માન કરાયું
નબીપુર ગ્રામ પંચાયતના મકાનને આજરોજ નવીનીકરણ બાદ ખુલ્લું મુકાયું, ગામમાં ઘરેલુ ગેસ ચાલુ કરાતા ગુજરાત ગેસના અધિકારીઓનું સન્માન કરાયું, ભરૂચ ના તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિશેષ મહાનુભાવો હાજર રહયા.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે 1952 મા ગ્રામ પંચાયત સ્થપાઈ હતી ત્યારે ગ્રામ પંચાયત ના મકાનનું નિર્માણ કરાયું હતું. સમયના વહેંણ સાથે આ મકાન પણ જૂનું થતું ગયું અને તેને નવું રૂપ આપવા લાયક થઈ ગયું હતું. આ અન્વયે નબીપુર ગ્રામ પંચાયતે આ કામનું બીડું ઝડપી નબીપુર ગામના સ્થાનિકો અને નબીપુરના NRI સખીદાતાઓના સહયોગ થી મકાનનું નવીનીકરણ કરાવ્યું. જેનું આજરોજ ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ અને નબીપુરના સરપંચ સિરિનબેન ના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું. સાથોસાથ નબીપુર ગામમાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેરઘેર ગેસ પહોંચાડવાની કામગીરી કરાઈ છે. આ પ્રસંગે ભરૂચ તાલુકાના તાલુકા પ્રમુખ, ભરૂચ તાલુકા પંચાયત નબીપુર બેઠકના સભ્ય સકીલ અકુજી, નબીપુર ગામની તલાટી બહેનો, ગ્રામ પંચાયતના સરપંચ, ડે. સરપંચ, તમામ સભ્યો, નબીપુરના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નબીપુરના ગરણજનો ઉપસ્થિત રહયા હતા. તાલુકા પ્રમુખે તેમના પ્રવચનમાં ગામ ઉત્તરોઉત્તર આવી પ્રગતિ કરે એવો આશાવાદ જગાવ્યો હતો. ગામના ટલાટીએ કાર્યકમર્ને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.