બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૬/૦૧/૨૦૨૫
નેત્રંગ તાલુકાના ૭૬મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી કચરીઓ અને શૈક્ષણિક સંકુલોમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા.
જેમાં નેત્રંગ તાલુકા કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વની તાલુકાના અરેઠી ગ્રામ પંચાયતના પ્રગણમાં નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે મામલતદાર રીતેશભાઇ કોંકણી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ અને પ્રશસ્તિ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આવ્યા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંઘ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા અરેઠી ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ ના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું. નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે આર.એફ.ઓ. દિવાનના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
ડોનિકા જયેશભાઈ બામણીયાના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું અને કુમાર અને કન્યા શાળા દ્વારા સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ શાળાના પરિસરના કુમાર અને કન્યા શાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. અને ગામમાં જન્મને દીકરીઓ અને મતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.