BANASKANTHAKANKREJ

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા યોજાનાર ૨૨ મા સમુહલગ્નોત્સવના ૧૫ નવયુગલોને પાનેતર અર્પણ કરાયા

નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુરના પટાંગણમાં આગામી સંવત ૨૦૮૦ના ચૈત્રવદ- ૪ ને રવિવાર તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ દ્વારા અને સમાજના દાતાઓના સહયોગથી યોજાનાર ૨૨ માં સમુહ લગ્નોત્સવમાં જોડાનાર ૧૫ નવયુગલોને પાનેતરના દાતા ગંગા સ્વરૂપ કમુબેન ધનજીભાઈ પ્રજાપતિ પરિવાર (લોલાડા) દ્વારા આજ રોજ તા.૧૧/૦૪/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે છાત્રાલય ખાતે સમુહલગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,કન્વીનર દશરથભાઈ પ્રજાપતિ (ડી.ડી.), રાધનપુર કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાનેતર વિતરણ કરવામાં આવેલ.ડૉ.નિષાદ ઓઝા એ પ્રાસંગિક પ્રવચન કરી પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોને આશીર્વચન આપ્યા હતા. ડી.ડી. પ્રજાપતિએ
વર/કન્યા પક્ષે નિયમો પાળવા માટે જણાવ્યું કે સમૂહ લગ્ન સમયે સમયસર બંને પક્ષોએ સવારે ૬ કલાકે લગ્ન સ્થળે (પ્રજાપતિ સંકુલ) આવી જવું.ચા નાસ્તો કર્યા પછી પોત-પોતાની રીતે પલ્લાની વિધિ પૂરી કરી દેવી. વર તોરણે થવાનો સમય સવારે સવા આઠ વાગ્યે છે તે સમય સાચવી લેવો.પોખણીયો/ તડતડીયા બંને પક્ષોએ ઘેરથી લાવવાં.ચોરીમાં કોઈ પણ મુશ્કેલી કે જરૂરિયાત જણાય તો હાજર
સ્વયંસેવકનો સંપર્ક કરવો. લગ્નગીત ગાવાની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવનાર છે માત્રને માત્ર શાંતિથી લગ્ન વિધિ માણવાની છે.ફટાણા કે અન્ય અશોભનીય લગ્નગીત બિલકુલ ગાવા નહીં.વર/અણવર અને કન્યા/સહેલી તેમજ બંને પક્ષનાં મા-બાપ માટે જમવાની વ્યવસ્થા અલગથી કરેલ છે,આ સિવાય પોતાની સાથે અન્ય કોઈ મહેમાનને સાથે લઈ જવા નહિ જેથી આપણી વ્યવસ્થા સચવાઈ રહે.અત્રેથી આપવામાં આવેલ ‘પાનેતર’ ફરજીયાત પહેરીને આવવાનું રહેશે.ડી.જે.કે અન્ય કોઈ વરઘોડા લઈને આવવાનું નથી.દારૂખાનું કોઈ પણ સંજોગોમાં લાવવાનું કે ફોડવાનું નથી.ઉનાળાની સીઝન હોઈ આગ લાગવાની શક્યતાના કારણે ચોરીમાં સ્પ્રે
કે ફોગ જેવા કોઈપણ સાધનો કે અન્ય વસ્તુનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી.અત્રેથી આપવામાં આવેલ ભેટની વસ્તુઓ ચકાસીને કન્યા પક્ષના વાલીએ સ્વીકારવાની રહેશે,તેમજ અત્રેથી આપવામાં આવતી પાવતીમાં તમામ વસ્તુઓ મળ્યા બદલ સહી કરી આપવાની છે.વસ્તુઓ ન મળ્યા બદલની કોઈ રજૂઆત પાછળથી સાંભળવામાં આવશે નહિ.વરરાજા કે કન્યા પક્ષની ગાડી ગેટ સુધી આવીને એમને ઉતારીને પાર્કિંગમાં ગાડી લઈ જવાની રહેશે એ બાબતે સિક્યુરીટી સાથે કોઈ વાદ-વિવાદ કરવો નહિ.કન્યા વિદાય વખતે વરરાજાની ગાડી અંદર આવી શકશે.સન્માન કાર્યક્રમમાં બંને પક્ષે ફરજીયાત હાજરી આપવી.તમામ દીકરીઓની વિદાય એક સાથે થશે એ બાબતે કોઈએ ઉતાવળ કરવી નહિ.અન્ય કોઈ પણ ફેરફાર હશે તો જે તે સમયે સમિતિ તરફ થી સૂચનો આપવામાં આવે તો તેનો અમલ કરી પ્રસંગની શોભા વધારવીએ આપણી ફરજ છે !!!આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ,મંત્રી,ઉપપ્રમુખ,કમિટીના તમામ સભ્યો,તેમજ આગેવાનોમાં નાનજીભાઈ વાંસા,ગોરધનભાઈ ઊણ,ત્રિભોવનભાઈ સરકારપુરા, પ્રહલાદભાઈ અરજણસર, લક્ષમણભાઈ કોલીવાડા, વિરજીઈ ગાંજીસર,મંજીભાઈ ધધાણા, હરગોવનભાઈ મુબારકપુરા, શંકરભાઈ ગાંડાભાઈ મુબારકપુરા, ભેમાભાઈ પ્રજાપતિ ઇન્દ્રમાણા (ભગત),કાંતિભાઈ ભુવાજી અરજણસર,ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિસહિત નવયુગલો તેમજ તેઓના વાલીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ પ્રજાપતિએ જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ એ કરી હતી.ભોજનભાઈ વારાહી, દલસુખભાઈ વારાહી હાલ રાધનપુર,એલ.બી.પ્રજાપતિ કમાલપુર,વેલજીભાઈ રાધનપુર, સોમાભાઈ
રોઈટા,કેશાભાઈ વડનગર,દશરથભાઈ વડનગર, ઈશ્વરભાઈ ધરવડી,રઘુભા પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!