BHARUCHNETRANG

જે.બી.મોદી કેન્સર સેન્ટરને 6D કાઉચ અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલીત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંતર્ગત જે. બી. મોદી કેન્સર સેન્ટરને 6D કાઉચ

અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન જે.બી. કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ  દ્વારા આપવામાં આવ્યું હતું.

 

6D કાઉચ એ એક આધુનિક મશીન છે જે દર્દીને છ દિશાઓથી ફેરવીને સારવાર કરે છે, જેમાં નાની નાની હલનચલો ને કંટ્રોલ કરી શકાય છે. અને એક એમએમ થી પણ ઓછી ભૂલોને પકડી શકાય છે.

 

એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ જેમાં દર્દીને રેડિયેશન કયા,કેટલું અને ક્યાં ભાગમાં આપવાનું છે તે પ્લાનિંગ કરવામાં આવે છે.

 

આ કાર્યક્રમમાં જે.બી.કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ નિખિલ ચોપરા હાજર રહ્યા હતા, તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, જે.બી.મોદી કેન્સર સેંટર ભવિષ્યમાં એડવાંસ ટેક્નોલજીનો ઉપયોગ કરી વધુ દર્દીઓની સારવાર કરી તેમને સ્વસ્થ કરે.

 

જે.બી.કેમિકલ્સ માંથી ફેક્ટરી સ્ટાફ તથા હોસ્પિટલ વતી મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.આત્મી ડેલીવાલા કેન્સર સેન્ટર હેડ ડૉ.તેજસ પંડ્યા અને કમલેશ ઉદાણી, પી. જે. ચાંડક, તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!