બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૨/૦૯/૨૦૨૪
ધી નેત્રંગ વિભાગ ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. મૌઝા મંડળીની આગામી પાંચ વર્ષની મુદત પ્રમુખ અને કમિટીના સભ્યો માટે સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાઈ હતી. જેમાં ટીચર્સ મંડળીના વર્તમાન પ્રમુખ કવિભાઈ કે. વસાવા અને કૌશિકભાઈ વસાવા વચ્ચે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી.
આ મંડળીના કુલ ૩૪૯ સભ્યો માંથી કુલ ૩૨૧ સભાસદ સભ્યોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. જેમાં વર્તમાન પ્રમુખ અને ચાસવાડ દૂધ ડેરીના પ્રમુખ પદનું સુકાન સંભાળતા પોતાનાં પારદર્શી અને કરકસરયુક્ત વહિવટ કુનેહ ધરાવતા કવિભાઈ વસાવાને શિક્ષક સારસ્વતો ના ૨૦૬ મત મળ્યા હતા. તેઓના હરીફ ઉમેદવાર કૌશિકભાઈ વસાવાને ૧૧૪ મત મળ્યા હતાં
આમ કવિભાઇ માસ્ટરનો ૯૨ મટે ભવ્ય વિજય થતા તેઓના સમર્થક મિત્રો અને ચાસવડ ડેરીના દૂધ ઉત્પાદક સભાસદોમાં વ્યાપક ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.
તેમજ કમીટીના સભ્યોમાં કુલ – ૧૨ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કવિભાઈ તરફી પેનલના ૪ સભ્યો બિનહરીફ હતા તથા કૌશિકભાઈ તરફી પેનલમાં ૧ સભ્ય બિનહરીફ થતા ૭ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કવિભાઈ માસ્ટર તરફી પેનલના ૪ સભ્યોનો વિજય થયો હતો. અને કૌશિકભાઈ તરફી પેનલના ૩ સભ્યોનો વિજય થયો હતો. આમ કવિભાઈ માસ્ટર ને પેનલના સંપૂર્ણ બહુમતી થી વિજય થતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. આ ટીચર્સ મંડળીની ચુંટણી સંપૂર્ણ તંદુરસ્ત માહોલમાં યોજાઈ હતી. સાથે જ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.વસાવા દ્વારા આ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં
આવી હતી.