ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ભુમાફિયાઓ ને છાવરતું હોય તેવો ઘાટ, જિલ્લામાં વિવિધ જગ્યાએ બિન અધિકૃત ખનન છતાં ખનીજ વિભાગ અજાણ 

જિલ્લાની સરકારી જમીન પર ભૂ માફિયાઓ નું સામ્રાજ્ય,કાર્યવાહી કરવામાં ખાણ ખનીજ વિભાગ નિષ્ફ્ળ...?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ભુમાફિયાઓ ને છાવરતું હોય તેવો ઘાટ, જિલ્લામાં વિવિધ જગ્યાએ બિન અધિકૃત ખનન છતાં ખનીજ વિભાગ અજાણ

જિલ્લાની સરકારી જમીન પર ભૂ માફિયાઓ નું સામ્રાજ્ય,કાર્યવાહી કરવામાં ખાણ ખનીજ વિભાગ નિષ્ફ્ળ…?

થોડા દિવસો પહેલા ખાણ અને ખનીજ વિભાગ સામે અનેક સવાલો ને લઇ સોશિયલ મીડિયામાં ખાણ ખનીજ વિભાગ સામે આક્ષેપો થયા હતા જેમાં અરવલ્લી જિલ્લામાં વધુ એક કચેરી સામે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા સોશિયલ મીડિયામાં અરવલ્લી જિલ્લાની ખાણ ખનીજ વિભાગ સામે આક્ષેપો વોર શરૂ થયો હતો

ટીંટોઈ ગામે ઓવર લોડિંગ પાસ પરમીટ વગર જ ખનીજ નું ખનન થતું હોય તેવા આક્ષેપો પણ થયા હતા જેની અંદર એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે રેલવેની કામગીરી કરતી એજન્સી ફક્ત 10 હજાર ટન ની રોયલ્ટી ની મંજુરી સામે લાખ 50 હજાર થી પણ વધુ ની ખનીજ ચોરી કરતા હોવાના આક્ષેપો થયાં હતા

ભ્રષ્ટાચાર ગેરરીતિઓ માં ડૂબી રહેલો અરવલ્લી જીલ્લોની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી મોડાસા ના ટિંટોઈ ગામે છેલ્લા એક મહિના થી રેલ્વે ની કામગીરી કરતી એજન્સી ફક્ત 10 હજાર ટન ની રોયલ્ટી ની મંજુરી સામે લાખ 50 હજાર થી પણ વધુ ની ખનીજ ચોરી કરી છેલ્લા એક મહિના થી રોજ ની 150 થી પણ વધુ ઓવરલોડ ગાડીઓ હંકારતા હતા અરવલ્લી જિલ્લાનું વારંવાર ભ્રષ્ટાચારમાં નામ આવતું ખાણ ખનીજ ખાતું જાણે હપ્તા લઈ આંખો બંધ રાખતા હતા તેવી પરિસ્થિતિ માં ટિંટોઈ ઓવરલોડ ગાડી પસાર થતા ગાડી 38 ટન ઓવર્લોડ નીકળી હોવાની ચર્ચા સાથે ઓવરલોડ ગાડીઓ ના કારણે સ્ટેટ સિંચાઈ કેનાલ નો પુલ તુટી ગયો હોવાના પણ આક્ષેપો થયાં છે સાથે 20 લાખ નો તાજેતર માં ટિંટોઈ ગામ માં ગટરો પાઇપ લાઇન તુટી ગયા લોકો ના મકાનોમાં નુકશાન થતું હોય તે સાથે અક્ષપો ને લઇ પોસ્ટ વાયરલ થઇ હતી

બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં બિન અધિકૃત ખનન થતું હોવા છતાં જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ગોરનિંદ્રામાં હોય તેવો ઘાટ છે દિવસે ને દિવસે જાણે કે ખાણ ખનીજ વિભાગ ભૂ માફિયાઓ ના ખીચ્ચામાં હોય તેવો ઘાટ છે,કોઈપણ મંજૂરી વગર સરકારી જમીનો નું ખોદકામ કરી બિન અધિકૃત રીતે ખનન થવા છતાં જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અજાણ હોય તેવી પરિસ્થિતિ હાલ જિલ્લામાં જોવા મળી રહી છે ખનીજ ભરેલા ઓવરલોડ ડંપર પણ ખાણ ખનીજ વિભાગને દેખાતા નથી તેવો પણ ઘાટ છે પરંતુ કાર્યવાહી કેમ નથી થતી તેવા અનેક સવાલો છે. બીજી તરફ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમા મહિને ગુલાબી વરસાદ થતો હોવાની પણ ચર્ચાઓ જામી છે જેને લઇ કુમ્ભકર્ણની નિંદ્રા ની જેમ હાલતો જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ હોય તેવો ઘાટ સર્જાયો છે

Back to top button
error: Content is protected !!