BHARUCHNETRANG

ક્રિષ્ના ભગતની સિદ્ધિ: PHD મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૯/૦૧/૨૦૨૫

 

નેત્રંગ તાલુકાના મોટાં જાંબુડા ગામના વતની ક્રિષ્નાબેન મહેશભાઈ ભગતએ PH.D. (પી.એચ. ડી.ની પદવી) પ્રાપ્ત કરી સમાજ અને વિસ્તારનું નામ રોશન કર્યું છે. હરિજનબંધુના સાપ્તાહિક ઈતિહાસ લેખનના સ્ત્રોત તરીકે તેમણે મહાશોધ નિબંધ તૈયાર કરી ઐતિહાસિક અધ્યયન અને અસ્પૃશ્યતા માટેની લડતને સમાજમાં જાગૃતિ આવે તે અંગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

 

ક્રિષ્નાબેન મહેશભાઈ ભગત એ ઇ.સ. 1933 થી 1956 વચ્ચેના સમયગાળા પર આધારિત મહાશોધ નિબંધ તૈયાર કર્યો, જે સમાજને સચેત કરવાના પ્રયાસ તરીકે ગણાય છે.

 

મૂળભૂત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ક્રિષ્ના ભગતે ગુજરાત વિદ્યાપીઠ માં ડૉ. ઝેનામાબીબી કાદરી ના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખામાં PH.D. અભ્યાસ પૂર્ણ કર્યો. PH.D. માટેના તેમને રજૂ કરેલા શોધ નિબંધને સ્વીકારીને વિદ્વત્તાની પદવી અપાઈ.

 

અથાગ મહેનત અને પરિશ્રમથી નાનકડા ગામથી ઊભરી પોતાની અથાગ મહેનતથી તેઓએ સિદ્ધિ હાંસલ કરીને ગામનું ગૌરવ વધાર્યું છે. ક્રિષ્ના ભગતે ડૉ.ની પદવી પ્રાપ્ત કરીને તેમના શાળા, પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું

છે.

Back to top button
error: Content is protected !!