ભરૂચ: રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી એક પિકઅપમાંથી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને LCB એ ઝડપી પાડ્યા
ભરૂચની LCBની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હકીકત મળેલી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક પીકઅપ ગાડી દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષમાં આવનાર છે. આ માહિતીના આધારે ટીમ દ્વારા રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષ ખાતે વોચમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ માહિતી વાળી પીકઅપ પાર્કીંગમાં આવતા તેને પાછળ ફાડકામાં તપાસતાં દારૂના બોક્ષ મળી આવ્યા હતાં. પોલીસે પિકઅપ સાથે કરણ કાંતીભાઇ રબારી, અરૂણ દિગમ્બર ડોંગરે, ગુલઝાર આરીફ અંસારી અને હર્ષ અનીલ ઓઝરેને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મીલી ની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ-1008 કિંમત રૂપિયા 1,00,800 નો દારૂના જથ્થો તથા પીકઅપ- 01 તથા મોબાઇલ નંગ-04 મળી કુલ કિંમત રૂપિયા 6,46,300 નો મુદ્દામાલ ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલાનાર આરોપીને મહારાષ્ટ્રના સચિન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
સમીર પટેલ….ભરુચ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel