બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ઝઘડીયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મિણા દ્વારા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં નેત્રંગ તાલુકાના આગેવાનો તેમજ હોદેદારો સાથે સંકલન કરી કાયદો અને વ્યવસ્થા વિષે વાત કરી હતી. ટ્રાફિક નિયમો, હેલ્મેટ ફરજીયાત પહેરવું, તેમજ સાયબર ફ્રોડ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. જે પ્રસંગે નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા તેમજ નેત્રંગ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.