BHARUCHNETRANG

નેત્રંગ તાલુકામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન -2024/25 તથા તાલુકા કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરાયું.

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

તા.૧૩/૧૦/૨૦૨૪

 

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન -2024/25 તથા તાલુકા કક્ષાના કલા મહોત્સવનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે બીઆરસી કોર્ડીનેટર સુધાબેન વસાવા અને યજમાન શાળાના આચાર્ય પ્રવીણ ગોહિલ દ્વારા અને નેત્રંગ તાલુકાના લાયઝન અધિકારી ચંદ્રકાંત વસાવા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.

 

જેમાં માનનીય તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તેમજ સંઘ તથા શિક્ષક સંઘના હોદ્દેદારો, નેત્રંગ તાલુકાના ગૃપાચાર્યો ,આચાર્ય મિત્રો શિક્ષક ભાઈ બહેનો અને વ્હાલા બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ બંને કાર્યક્રમ સફળતાપૂર્વક અને ખૂબ ઉત્સાહથી કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નેત્રંગ તાલુકાના નવ ક્લસ્ટરની કુલ ૪૫ કૃતિઓ અને કલા મહોત્સવમાં નવ ક્લસ્ટરની કુલ ૩૬ કૃતિઓ રજૂ કરવામાં આવી . સમગ્ર કાર્યક્રમમાં યજમાન શાળાના ગૃપાચાર્ય અને શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવ અંતર્ગત તાલુકા ના લાયઝન અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા એ આખા કાર્યક્રમ દરમિયાન હાજર રહી બાળકો અને શિક્ષકોને ખૂબ સારું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં એસ આર એફ ફાઉન્ડેશન માંથી સુનિલભાઈ, કવિભાઈ ધી મૌઝા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ, જીતેન્દ્રસિંહ બોરાધરા ,પ્રા. શિ.સંઘ રાજ્ય કારોબારી, સોનલબેન વલવી , હસમુખભાઈ પ્રજાપતિ, દિવ્યેશભાઈ રાઠોડ ,નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરિસિંહભાઈ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા કારોબારી સભ્ય શશીકાંતભાઈ વસાવા, સી.આર.સી.કો.નેત્રંગ વિજય વસાવા, અમરસિંહભાઈ મની સ્કેટ ફાઇનાન્સ વ્યારા વગેરેનો ખુબ સાથ સહકાર રહ્યો.

 

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ના નિવૃત્ત સલાહકાર પી .બી .પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને નિવૃત્તિ બાદના સમય માટે, ઉત્કૃષ્ટ જીવન માટે અને તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અને કલામહોત્સવ માટે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપભાઈ રાણા તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજીવ પટેલ, નેત્રંગ તાલુકાના મામલતદાર રિતેશ કોંકણી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશ વસાવા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકાની કેજીબીવી શણકોઈ ની દીકરીઓ દ્વારા ખૂબ સુંદર આદિવાસી નૃત્ય અને પ્રાથમિક શાળા જુના નેત્રંગ ની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત ખુબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું.ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં વાલિયા તાલુકામાંથી નિર્ણાયક મિત્રો આવ્યા હતા અને કલા મહોત્સવમાં નેત્રંગ તાલુકાના નિર્ણાયક મિત્રો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી.

 

નેત્રંગ તાલુકાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યા રેખાબેન સેંજલીયાના માર્ગદર્શન હેઠળ તાલુકાના બી.આર.સી કોડિએટર સુધાબેન વસંતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!