CHIKHLINAVSARI

ખંભાલિયા ગામે સ્મશાન તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ઉનાઈ: ખંભાલિયા ગામે વિકાસ ખાડે ગયો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે ઉનાઈ/ખંભાલિયા ગામનું સામુહિક સ્મશાનગૃહ ખંભાલિયા ગામે આવેલું છે જેમાં સ્મશાનગૃહ તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત અવસ્થામાં નજરે પડી રહ્યો છે જેને લઈ અહીં આવનાર ડાઘુઓને જર્જરિત રસ્તાને લઈ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
ખંભાલિયા ગ્રામપંચયતના અંધેર વહીવટને કારણે ચોમાસા દરમિયાન સ્મશાનગૃહ તરફ જતા રસ્તાની મરામત કરવામાં ગ્રામપંચાયત વામળું પુરવાર થઇ રહ્યું છે જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આશરે પાંચેક વર્ષ પહેલાં મુખ્ય માર્ગથી સ્મશાનગૃહ તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તેમજ રસ્તામાં આવતું ગરનાળુ પણ પાકું બનાવવામાં આવ્યું હતું જે પાંચ વર્ષના ટૂંકાગાળામાં જર્જરિત થઈ જવા પામ્યું હતું જોકે હાલના ગ્રામપંચાયતના વહીવટીઓ દ્વારા ચોમાસામાં રસ્તો જર્જરિત હોવા છતાં આંખઆડા કાન કરી રસ્તાની મરામત કરવામાં આળસ કરી રહ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે સરકાર દ્વારા સ્માર્ટ વિલેજની વાતો વચ્ચે ખંભાલિયા ગામમાં સ્માર્ટવિલેજ માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે અંતિમધામ તરફ જતો માર્ગ જર્જરિત હોય ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હોવા છતાં ગ્રામપંચાયત કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું માલુમ પડી રહ્યું છે સરકાર દ્વારા રોડ રસ્તાઓ માટે અનેક ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં તંત્ર ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં વામળી પુરવાર થઇ રહી હોય એવું લાગી રહ્યું છે ચોમાસા દરમિયાન સ્મશાનગૃહ તરફ જતા માર્ગ પર કાદવ કીચડ તેમજ ગરનાળા પર ઉબડખાબડ રસ્તાને કારણે અહીં આવતા ડાઘુઓને મહામુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આવનાર દિવસોમાં તંત્ર દ્વારા ગ્રામજનોને પડતી મુશ્કેલીનું સમાધાન કરવામાં આવશે કે કેમ એ પ્રશ્ન ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!