BHARUCHBHARUCH CITY / TALUKO
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું.સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડૉ. પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડૉ.લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ દાતાશ્રીને આ ભગીરથ કાર્ય બદલ સ્મૃતિચિન્હરૂપે પ્રશસ્તિપત્ર એનાયત કરેલ હતું.નોટબુક મેળવતાં જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ જયંતીભાઈ સોલંકી, તેજસભાઈ પટેલ તેમજ જનકકુમાર પટેલએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.આ તબક્કે પહલ હોસ્પિટલ સુરતના ડો. પૂર્વી પટેલે બાળકોને આર્શીવચન પાઠવી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શુભકામનાઓ પાઠવી હતી.




