BHARUCH

ખેલ મહાકુંભ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શણકોઈની બાળાઓએ ૧૮ મેડલ મેળવ્યા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૪/૦૨/૨૦૨૫

 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા ખેલ મહાકુંભ સ્પર્ધા ૩.૦ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા ૪ ના રોજ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ રમત સ્પર્ધામા નેત્રંગ તાલુકાના શણકોઈ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં અભ્યાસ કરતી વિધાઁથીનીઓએ દોડ,કુદ અને ફેક વિભાગમાં ભાગ લીધો હતો.જેમા આ વિધાલય ની ૨૦ જેટલી વિધાઁથીનીઓએ એથ્લેટિક્સ રમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો.

 

જેમા અંડર-૧૪ બહેનોમાં (૧) સંજના વસાવા ઉચીકુદમાં પ્રથમ અને લાંબી કુદમાં બીજો નંબર (૨) સ્વેતલ વસાવા ચકફેંકમાં પ્રથમ નંબર (૩) રવિના વસાવા ચકફેંકમાં બીજો નંબર (૪) માનસી વસાવા ગોળાફેકમાં પ્રથમ નંબર (૫) વૈશાલી વસાવા ગોળાફેકમાં બીજો નંબર (૬) હિરલ વસાવા લાંબીકુદમાં ત્રીજો નંબર મેળવી વિજેતા થયેલ છે.

અંડર-૧૭ માં (૧) શીતલ વસાવા ચકફેકમાં પ્રથમ (૨) હિરલ વસાવા લાંબીકુદમાં પ્રથમ (૩) પ્રિયાંસી ચૌધરી ટ્રીપલ જમ્પમાં પ્રથમ (૪) સપના વસાવા ગોળાફેકમાં પ્રથમ અને ચકફેકમાં બીજો નંબર (૫) કોમલ વસાવા ગોળાફેકમાં બીજો નંબર (૬) મિતલ વસાવા ઉચીકુદમાં બીજો નંબર (૭) દક્ષા વસાવા બરછીફેકમાં બીજો નંબર મેળવી વિજેતા થયેલ. ઓપન એજ ગુપમાં (૧) આરતી વસાવા બરછીફેકમાં પ્રથમ નંબર (૨) કૌશલ્ય વસાવા લાંબીકુદમાં બીજો નંબર અને ટ્રીપલ જમ્પમાં બીજો નંબર મેળવી વિજેતા થયેલ છે.

આમ જિલ્લા કક્ષાએ એથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદશઁન કરી ૮ ગોલ્ડ, ૬ સિલ્વર, અને ૪ બોન્ઝ મળી કુલ્લે ૧૮ મેડલ મેળવી કસ્તુરબા બાલિકા વિધાલય નુ તેમજ નેત્રંગ તાલુકાનુ ગૌરવ વધારતા આનંદની સાથે ગૌરવ ની લાગણી ફરીવળી છે.

Back to top button
error: Content is protected !!