BHARUCHNETRANG

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., ચાસવડના ૬૪મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૧/૨૦૨૫

 

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., ચાસવડ નાં ૬૪ માં સ્થાપના દિન ની ઉજવણી ચાસવડ ખાતે કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે અતિથી વિશેષ તરીકે મંડળી નાં માજી પ્રમુખ હસમુખભાઇ ભક્ત – કેલ્વીકૂવા, સેવડગામ થી સંજયભાઇ ભગત, મનહરભાઈ રામભાઈ પટેલ – દોલતપુર અને નેત્રંગ થી દિનેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

 

મંડળી ના ઉપપ્રમુખ અરવિંદભાઇ વસાવા તરફ થી ઉપસ્થિત સૌનુ શાબ્દીક સ્વાગત થયું. આ અવસરે હસમુખભાઇ ભક્ત અને દિનેશભાઈ પટેલ તરફ થી પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. મંડળી ના પ્રમુખ કવીભાઈ વસાવા તરફ થી મંડળી ની મુખ્ય પ્રવ્રુતિ ની સાથે અન્ય સામાજિક પ્રવુતિ ની વાત જણાવી

 

આ કાર્યક્રમ માં નેત્રંગ તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળાઓ તથા નેત્રંગ ખાતે ની શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલ માંથી સાંસ્કૃતિક કૃતિઓનું સુંદર આયોજન થકી કાર્યક્રમ ને વિશેષ યાદગાર બનાવ્યો. મંડળી પરિવાર નાં અંદાજીત ૨૫૦૦ માણસો ની ઉપસ્થિતિ માં સુંદર આયોજન થકી કાર્યક્રમ સપન થયો

 

તેમજ મરણ જનાર સભાસદ નગીનભાઈ ચૌધરી – ગુંદિયા અને ચીમનભાઈ ગામીત – રાજપરા ના સ્વજનોને સહાય રૂપે રૂપિયા ત્રીસ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા

Back to top button
error: Content is protected !!